Monday, May 12, 2025

Family of Stoery

સવાર સવાર માં વૃદ્ધ માતા જાગીને જેમ તેમ કરી ને ચાલતા ચાલતા સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેની પુત્રવધૂ તેને ધમકાવતા શબ્દોમાં કહે છે કે માજી તમારી સાડી જરા સરખી રીતે પહેરો રાણી વિક્ટોરિયા ની જેમ જમીન પર ઢસડાય છે અને કેટલી મેલી થઇ જાય છે.


તમને ક્યાં ખબર છે કે સાડી ને ધોવા માં કેટલો સાબુ અને પાવડર વપરાય છે તમારે ક્યાં કમાવવા માટે જવું પડે છે કમાવવા જવું પડે તો ખબર પડે સવાર સવારમાં મગજ બગાડી નાખો છો.આટલી મોટી ઉંમર થઈ પણ સુધર્યા નહીં.


વૃદ્ધ માં કહે છે કે હવે આ ઉમરે હું જેટલું ધ્યાન રાખી શકું એટલું તો રાખું છું છતાં થોડી ભૂલ થઇ જાય તેમાં તો મને ટોણા મારી મારીને ગાંડી શું કામ કરી નાખે છે. અને મારી સાડી તો હું જ ધોઈ નાખું છું અને તું સાબુ પાવડર ના રૂપિયા ની વાત કરે છે. તો મારા પેન્શન માંથી હું તમને ઘણા રૂપિયા આપું જ છું ને?


ત્યારે વહુ ફરી ને ઉંચા અવાજે ધમકાવે છે અને કહે છે કે તમારી દવા અને ખાવા નો ખર્ચ પણ આવે છે ને જાણે પેન્શન ના રૂપિયા અમને આપી ને અમારા પર અહેશાન કરતા હોય તેમ જવાબ આપો છો અને હા નહિ ને તૈયાર થઇ જાવ એટલે રસોડા માં આવી અને વાસણ સાફ કરી નાખજો.


અને પછી આખા ઘર માં સફાઈ પોતા પણ કરી નાખજો આજે મારે એક પાર્ટી માં જવાનું છે અને કામવાળી આજે રજા ઉપર છે. ગયા વખતે કામ સોંપ્યું હતું. ત્યારે અડધું કામ પતાવી ને ખાટલા પર સુઈ ગયા હતા આ વખતે તેવું નહિ ચાલે.


વૃદ્ધ માં કહે છે કે ગઈ વખતે તો મને પીઠ અને કમર નો દુખાવો થતા હું આરામ કરવા ચાલી ગઈ હતી. સ્નાન પતાવી ને વૃદ્ધ માં રસોડા માં જઈ ને રડતા રડતા વાસણ સાફ કરી રહ્યા હતા. અને વિચારી રહ્યા હતા કે પેટ ઉપર પાટા બાંધી અને છોકરા ને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો, તેનો સંસાર વસાવ્યો આ બધું આ દિવસો જોવા માટે જ કર્યું?


માતા બધું કામ પતાવીને તેના ખાટલા પર બેઠા હતા. અને વૃદ્ધાવસ્થા માં મળી રહેલા દુઃખ નો વિચાર કરી રહ્યા હતા. સાંજે વહુ અને દીકરો ઘર માં આવ્યા અને વહુ એ રોફ જમાવવા નું શરુ કર્યું ત્યારે માતા એ દીકરાને અને વહુ ને બોલાવી ને ફક્ત એટલું જ કહ્યું કે આ મકાન તારા પિતાજી એ તેની કમાણીના રૂપિયા માંથી બનાવેલું છે.


અત્યાર સુધી તમે અહીંયા રહેતા હતા તેનો મને કોઈ વાંધો નથી પણ હવે તમે તમારા માટે ભાડા નું કે ઘર નું ઘર ખરીદવું હોય તેની વ્યવસ્થા કરી લેજો. કારણ કે આ મારુ ઘર છે અને હું મારા ઘર માં કોઈ ની ગુલામ બની ને રહેવા નથી માંગતી અને, હા બે દિવસ માં ઘર ખાલી નથી કર્યું તો…


તો તમારી બંને ની ઉપર કાયદેસર ના ધોરણે પગલાં લેવામાં આવશે વહુ દીકરો એક બીજાના મોઢા ની સામે જોઈ રહ્યા હતા અને વહુ ને હવે સમજાયું કે સાસુ સામે સારું વર્તન ન કરવાનું શું પરિણામ આવ્યું

No comments:

Post a Comment

Nothing is Impossible / એક ઈચ્છાશક્તિની કહાણી

  અસંભવ કંઈ નથી: એક ઈચ્છાશક્તિની કહાણી જિંદગીમાં ઘણી વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે કેટલીક વસ્તુઓ આપણાથી થઈ જ નહીં શકે. છતાં ઇતિહાસ અને આજુ...