Friday, August 1, 2025

Heart Touching Stoery / દરેક ઘરની વાત

 

                                                                           

                                                            




                                                                        



                                                                                                                                                                         બધા કહે તારે આજે રસોડે રજા,

પણ કાલે ઓવરટાઈમ ની મળી હતી સજા,

ભાઈ ,

ગૃહિણી છું,

મારે શીતળા સાતમ એ પહોંચવા માટે પણ "રાંધણ છઠ" ને પાર કરીને આવું પડે છે,


કેલેન્ડરમાં એક પણ તારીખ ઉપર લાલ નથી,

રસોડે આરામ મળે, એવા કોઈ વાર નથી...


હોટેલ થી લાંબુ ઘરનું મેન્યુ,

મોટીની ખીચડી, આમની ભાખરી ને નાનાની સુખડી


એમને ખીચડી ના ભાવે,  મોટીને મગ ના ભાવે અને નાનાને ભીંડા, 

આ બધામાં એ ભૂલી ગઈ કે “સાલું મને શું ભાવે?”


રસોડે રજા લીધે વર્ષો થયા ,  એ છોડો,

મારી ગમતી વાનગી બનાવે પણ અરસો થયો


નાનાને સ્કૂલે ટીચર ખખડાવે,

મોટીને કોલેજમાં પ્રોફેસર ધમકાવે ,

એમને પણ ઓફિસમાં બોસ તતડાવે,

અને મને ... 

મને તો એ ત્રણે … ખખડાવે, ધમકાવે, ને તતડાવે


"ભૂખ લાગી છે , હજી કેટલી વાર?”

"મમ્મી , મને આ શાક નહિ ભાવતું,  કેમ બનાવ્યું?"

"આજે પણ ખીચડી, જા મારે નથી ખાવું”


મહિના પછી એક અઠવાડિયું આવ્યું, "રજા નું”


નાનો ગયો સ્કૂલ ટ્રીપ ઉપર ,

મોટી ગઈ ટ્રેકકીંગ માં ,

અને અમારા એ પણ નીકળી ગયા ઓફિસ ટુર પર,


આરામ મળ્યો ?

ના રે ના ,

‘રજા’ નહિ, ‘સવાલો’ નો વરસાદ થયો,

"ટ્રેન માં શું ખાઈશ ?" ત્યાં નું ખાવાનું નહિ ભાવે તો ? ત્યાં અહ્યા જેવું નહિ હોય તો ?

થોડું ઘર થી લઇ જઉં ?


એટલે મેં થોડું બનાવ્યું ,

“થોડું” હો


 "ભાખરી, સુખડી, થેપલા, સેવ, પુરી, સક્કરપારા, ચેવડો, ખાખરા, વડા, પૌવા, મગસ "

જે નાનો ટ્રેન માં ખાય , પેલી પહાડો ઉપર ખાય અને પેલા ભાઈબંધો જોડે હોટેલમાં પણ તીખી ભાખરી ને અથાણું ખાય ,

અને હું,

હું પણ ઘરે એ જ ખાઉં, "તીખી ભાખરી ને અથાણું"


ફરી ભૂલી ગઈ, મને શું ભાવે ?


ફરી મહિના પછી,

વેકેશન પડ્યું,

નાનાને દિવાળીની રજા,

મોટીને પરીક્ષાની રજા

પેલાને રવિરારની રજા ,

પણ મારે,

મારે એ જ રસોડાની શિફ્ટ ,

બે ટાઈમની હો,


મોટીના હાથમાં મોબાઈલ

નાનાના હાથમાં ક્રિકેટ બેટ,

અમારા એમના હાથમાં રિમોટ,

ને મારા હાથમાં ચીપિયો ને તવેતો.


મોટી ને મળે બાલ્કનીની હવા,

નાના ને મળે ખુલ્લા  મેદાનની હવા,

અમારા એમને તો વળી એસીની હવા,

અને મને શેકે ભઠ્ઠીની હવા, ગરમ ઉકળતી ભઠ્ઠીની હવા...

 (મારે તો પંખાની પણ રજા)


હા, કેલેન્ડરમાં એક પણ તારીખ ઉપર લાલ નથી

રસોડે આરામ મળે, એવા કોઈ વાર નથી...

🙏🙏 સર્વ નારી ને સમર્પિત 🙏🏻

No comments: